રેકડો વચ્ચેથી હટાવવાનું કહેતા પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી
વાંકાનેર : વાંકાનેર નજીક આવેલી કલરની ફેકટરીમાં કામ કરતા શખ્સે રસ્તામાં રેકડો ઉભો રાખી દેતા અન્ય શ્રમિકે આ રેકડો હટાવવાનું કહેતા ઝઘડો કરી પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નજીક આવેલી હેમ પેઇન્ટ કંપનીમા કામ કરતા જયદીપસિંહ ભગિરથસિંહ ગોહિલ નામના કર્મચારી કારખાનામાં ટ્રોલી લઈને નિકળતા હતા, ત્યારે આરોપી વિક્રમ પબાભાઈ સરૈયાએ રસ્તામાં રેકડો આડો મૂકી દીધેલ હોય, જે હટાવવા કહેતા ઝઘડો કરી કારખાનમાંથી કામ કરી ને બહાર નીકળતી વખતે પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.