રાજકોટ: વાંકાનેરના ગાયત્રીનગરમાં રહેતાં પીન્ટુ જીણાભાઇ મંદરીયા (ઉ.વ.૩ર) નામના યુવાન અને તેના બહેન રેખાબેન (ઉ.વ.૪૦) તથા બનેવી મુકેશભાઇ કેશુભાઇ દાહકીયા (ઉ.વ.૪૫) તથા માતા જીલુબેન જીણાભાઇ મંદરીયા (ઉ.વ.૪૮) પર પડોશમાં જ રહેતાં
સંજય દેવીપૂજક, તેના ભાઇ શૈલેષ અને વનીયાએ મળી લાકડી-પાઇપથી હુમલો કરી ચારેયને લોહીલુહાણ કરી નાંખતા વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જાણવા મળ્યા મુજબ પિન્ટુ મજુરી કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે મારો ૧૦ વર્ષનો દિકરો દીગુ ઘર પાસે અમારા માતાજીના મઢે દર્શન કરતો હતો ત્યારે નજીકમાં સંજય ઉભો હોઇ તેની સામે જોતાં
સંજયએ તું કેમ મારી સામે જોવ છે? કહી મારા દિકરાને લાફા મારી લેતાં અમે તેને આ રીતે છોકરાને ન મરાય તેમ કહી સમજાવતાં સંજયએ તેના ભાઇઓ સાથે મળી લાકડી-પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં અમને ચારેયને ઇજા થઇ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તૌફિકભાઇ, ધર્મેન્દ્રભાઈ, ભાવેશભાઇએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી…