કુહાડી, ધોકા, પાઇપ સાથે તૂટી પડયા
વાંકાનેર: અહીં ભાટીયા સોસાયટી જલારામ જીનની પાછળ ત્રણ માળીયા મકાન પાસે ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા ભુડાં બોલી ગાળો આપી ધોકા પાઈપ, કુહાડી તથા લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરતા એક યુવાનને મણકાના ભાગે તથા મહિલાને કાંડાના ભાગે ફેક્ચર જેવી અને અન્યને નાની-મોટી ઇજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે…
જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટી જલારામ જીનની પાછળ મદ્રાસાની નજીક ત્રણ માળીયા મકાન પાસે રહેતા અને બી.એ. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા મુસ્કાનબાનુ અફઝલખાન અકબરખાન પઠાણ (ઉ.વ.૨૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો ચાર બહેન અને બે ભાઈ છીએ, સૌથી મોટી હું, મારાથી નાની હીનાબાનુ, તમન્નાબાનુ, સાનીયાબાનુ, ભાઈ અફતાબ અને સૌથી નાનો અસરફ છે. ગઈ તા.૧૧/૧૦/૨૦૨૫૨૦૨૫ના રોજ રાત્રીના સાડા સાતેક વાગ્યે પાડોશી નાજીમભાઈ આબીદભાઈ ઘાંચી અમારા ઘરની રૂમની બારી પાસે ફટાકડો ફોડેલ જેથી મેં તથા મારી બહેન સાનીયાએ ફટાકડા ઘરની પાસે ન ફોડવા માટે જણાવેલ અને ત્યાં બજારમાં નાજીમની સાથે 
તેનો મોટો ભાઇ અબરાર તથા મુબીન ઇસ્માઇલભાઈ માથકીયા તથા આર્યન મહમદભાઈ મકવાણા હાજર હતા અને આ બધા મારી સામુ જોઈ દાંત કાઢવા લાગેલ અને ગાળો દેવા લાગેલ હતા અને તેવામાં મારો ભાઇ અશરફ, આફતાબ તથા મારા મોટા બાપુના દીકરો શેહજાદભાઇ ઇલીયાસભાઇ આવી ગયેલ અને તેને પણ ફટાકડા ઘર પાસે નહી ફોડવા તથા ગાળો નહી બોલવા માટે જણાવેલ તો આ બધા વધારે ઉશ્કેરાઇ ગયેલ અને તેમાંથી નાજીમ આબીદભાઈ તથા તેનો મોટો ભાઇ અબરારે કહેલ કે ‘હમણા ધોકા પાઈપ લઈને આવુ છું’ ત્યાં આર્યન તથા મુબીન જેમ તેમ અમોને બોલતા હતા પછી ત્યાં નાજીમ તથા તેનો ભાઇ અબરાર હાથમાં સ્ટીલનો પાઇપ, લાકડાના ધોકા લઇને
આવેલ અને મારી બહેન સાનિયાને તથા અસરફને પાઇપ વડે માર મારેલ અને મુબીન ઇસ્માઇલભાઇ માથકીયા તથા આર્યન મહમદભાઇ મકવાણાએ નાજીમ તથા તેના ભાઈ અબરાર પાસેથી લાકડાના ધોકા લઈ મને તથા સહેજાદને મારવા લાગેલ હતા બાદ દેકારો થતા આ લોકો ગાળો બોલતા બોલતા ત્યાંથી જતા રહેલ અને થોડીવારમાં નાજીમભાઈના કૌટુંબીક ભાઈ મુનાફભાઈ તથા નાજીમભાઇના મિત્ર સલમાનભાઇ મુનાભાઈ કાજી ત્યાં આવેલ અને મુનાફભાઈએ કુહાડીનો ઉંધો ઘા મારા ભાઈ અશરફને વાંસાના ભાગે મારેલ અને કુહાડી નીચે પડી ગયેલ જેથી સલમાન પોતાના પાસે રહેલ લાકડી વડે માર મારવા લાગેલા હતા અને મને નીચે પછાળી દીધેલ ત્યાં દેકારો થતા 
મારી માતા મુમતાજબેન પણ ઘરની બહાર આવી અમોને છોડાવવા આવેલ આ દરમ્યાન ત્યાં મારા પિતા તથા મારા મોટા બાપુ ઇલીયાસભાઇ આવી ગયેલ સામેવાળા જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલતા બોલતા ત્યાંથી જતા રહેલ બાદમાં ૧૦૮ એમ્બયુલન્સમાં અમને ઇજા થયેલ હોય વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે ગયેલ, મારા ભાઇ અશરફ તેમજ મારી બહેન સાનીયાને ફોટા પડાવવા તથા વધુ સારવાર માટે મોરબી રીફર કરેલ છે
પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ, કલમ-૧૧૮(૧), ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨, ૫૪ તથા જી,પી, એક્ટ કલમ-૧૩૫ અને એકબીજાને મદદગારી કરી મહે. જીલ્લા મેજી.સા. મોરબીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ અંગેનો ગુન્હો નોંધેલ છે…
આરોપીઓના નામ નીચે મુજબ છે.
(1) નાજીમભાઈ આબીદભાઈ કલાડીયા
(2) અબરાર આબીદભાઇ કલાડીયા
(3) મુબીનભઈ ઈસ્માઈલભાઈ માથકીયા
(4) આર્યનભાઈ મેહમુદભાઈ મકવાણા
(5) સલમાનભાઈ મુન્નાભાઈ કાજી
(6) મુનાફભાઈ ઇકબાલભાઈ કલાડીયા
