કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ધમકી આપી ટ્રક ઝુંટવી લેનાર શખ્સ સામે ફરીયાદ

સતાપરમાં ઘર સામે કચરો નાખવાની ના પાડતા હુમલો

ઇંટનો ઘા વાંસા તથા માથામાં માર્યો

વાંકાનેર: તાલુકાના સતાપર ગામે ફરિયાદીના ઘર સામે કચરો નાખવાની ના પાડતા સામેના ત્રણ આરોપીઓ ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઇંટ વાસાના ભાગે તથા માથા ભાગે મારી મુંઢ ઇજા કરી હાથની આંગળી મરડી બીજી આંગળીમાં ફેકચર ઇજા કરી ગુન્હામાં એકબીજાએ મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા સારદાબેન રમેશભાઇ ગોવાભાઈ સારેસા (ઉવ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૧૫/૦૧/૨૦૨૬ ના સવારના હું તથા મારી દિકરી લલીતાબેન, નાની દિકરી ઉરમીલાબેન તથા મારા પતિ રમેશભાઇ અમે બધા અમારા ધરે હતા અને હું ધરની બહાર સફાઈ કરતી હતી ત્યારે અમારા ઘરથી દુર રહેતા વિજયભાઈ સોમાભાઈ સારેસા અમારા ઘર સામે કચરો નાખવા આવતા મેં ઘર સામે કચરો નાખવાની ના પાડતા આ વિજયભાઈ મને કહેવા લાગેલ કે ‘કચરો અહિજ નાખવો છે તમારે થાય તે કરી લેજો’ એમ કહી

મારી સાથે જેમ તેમ બોલી ગાળાગાળો કરી મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ આ વખતે તેનો ભાઇ રમેશભાઇ તથા તેની માતા માલુબેન પણ આવી ગયેલ તેઓ પણ મને જેમ તેમ બોલી ગડદા પાટુ મારવા લાગેલ આ વખતે વિજયભાઇએ ઇંટ ઉપાડી મને વાંસાના ભાગે તથા માથાના ભાગે મારેલ અને મેં દેકારો કરતા મારી બન્ને દિકરીઓ મને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ આ ત્રણય મા-દિકરાએ જેમતેમ બોલી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને વિજયભાઇએ મારી દિકરી ઉરમીલાનો જમણો હાથ મરડેલ અને ઇજા કરેલ આ વખતે ઝગડાનો અવાજ થતા મારી પતિ તથા ગામના આજુબાજુના માણસો ભેગા થઇ જતા આ ત્રણય મા-દિકરો ત્યાંથી જતા રહેલ હતા
મને તથા મારી દિકરી ઉરમીલાને ઇજા થયેલ હોય જેથી ૧૦૮ માં બેસાડી મારા પતિ તથા મારા જેઠાણી વાલુબેન સાથે વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં આવેલ મારી દિકરી ઉરમીલાને જમણા હાથની બીજી આંગળીમાં સોજો આવી ગયેલ હોય જેથી ફોટો પડાવતા આંગળીમાં ફેક્ચર થયેલનું ડો. સાહેબે જણાવેલ છે પોલીસ ખાતાએ (1) વિજયભાઈ સોમાભાઈ સારેસા (2) રમેશભાઈ અરજણભાઇ સારેસા અને (3) માલુબેન સોમાભાઈ સારેસાવિરુદ્ધ બી.એન.એસ કલમ- ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૨૫(એ), ૩૫૨, ૫૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!