કુલ છ પૈકી બે મહિલા આરોપી
વાંકાનેર: આંબેડકરનગર શેરી નં-૦૩ માં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા સામેવાળા છ પૈકી બે મહિલા સહિત ઉપર માર મારવાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ પાટડી બારોટ વાસ સક્તિમાતાજીના મંદિર પાસે તા.પાટડી જી.સુરેન્દ્રનગર હાલ રહે.વાંકાનેર આંબેડકરનગર શેરી નં-૦૩ રહેતા વૈશાલીબેન મહેશભાઇ રાઠોડ (ઉ.વ. ૨૬) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા: ૧૧/૧૧/૨૦૨૫ ના સવારે મારા પિતાજી અરવિંદભાઇ ઘરે બેઠા હતા અને મારો ભાઈ જીતેશ, મારી બેન કોમલ, તેનો ઘરવાળા નિલેષભાઇ, મારી બેન હેતલ તથા તેના ઘરવાળા સાહીલભાઈ 
બધા સુતા હતા, આ વખતે અમારા ઘર બહાર મહેશભાઈ મનુભાઈ સોલંકી તથા મનુભાઈ નથુભાઇ સોલંકી ગાળો બોલતા હોય જેથી મારા પીતાજી અરવિંદભાઇ ગાળો બોલવાની ના પાડતા આ મહેશભાઈ તથા મનુભાઈ રહે. મહાવીરનગર વાંકાનેરવાળાએ મારા પિતાજીને કહેલ કે ‘કેમ તમે આમો ઢોલ વગાડવાનો ગ્રાસમાં વચ્ચે આવો છો?’ એમ કહી મારા પિતાજી સાથે ઝગડો કરવા લાગતા હું પણ ઘર બહાર ગયેલ ત્યારે મહેશભાઇ તથા તેના ભાઈ પ્રકાશભાઈ બન્ને મારા પિતાજીને લાકડી મારતા હતા જેથી હું છોડાવવા વચ્ચે પડતા મહેશભાઇએ મને
જમણા ગાલ ઉપર એક લાફો તથા વાંસામાં એક ઢીકો મારેલ ત્યારે દેકારો થતા મારો ભાઈ જીતેશ ઘર બહાર આવેલ ત્યારે આ મહેશભાઇએ મારા ભાઈને પગમાં લાકડી મારેલ અને મનુભાઈ મારા ભાઈ જીતેશને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા, ત્યારે અમારી બાજુમાં રહેતા અમ્રુતભાઇ નથુભાઇ સોલંકી આવેલ તે પણ મારા ભાઇ જીતેશને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા, જેથી આજુબાજુના માણસો ભેગા થઈ જતા અમને વધુ માર મારવાથી બચાવેલ હતા થોડી વારમાં અમારા ઘર પાસે મનુભાઈની પત્ની જયાબેન તથા તેમની દિકરી સીતલબેન આવેલ અને 
ગાળો બોલવા લાગતા મેં ગાળો બોલવાની ના પાડતા આ બન્ને ઉશ્કેરાઈ ગયેલ અને જયાબેને મારો હાથ પકડી મને ઢીકા પાટુ અને સીતલબેન મારા વાળ પકડી મને મારવા લાગેલ હતા જેથી મારા જમણા હાથમાં કોણી પાસે નખ વાગતા ત્યાં લોહી નીકળવા લાગેલ પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ, કલમ-૧૧૫(૨),૩૫૨,૫૪, તથા જી.પી.એટક કલમ-૧૩૫ અને મહે. જીલ્લા મેજી.સા. મોરબીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ સબબ નોંધેલ છે. આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) મહેશભાઈ મનુભાઇ સોલંકી રહે. મહાવીરનગર સોસાયટી
(2) મનુભાઈ નથુભાઈ સોલંકી રહે. મહાવીરનગર સોસાયટી
(3) પ્રકાશભાઈ મનુભાઇ સોલંકી રહે. મહાવીરનગર સોસાયટી
(4) અમ્રુતભાઈ નથુભાઇ સોલંકી રહે. આંબેડકરનગર
(5) જયાબેન મનુભાઇ સોલંકી રહે. મહાવીરનગર સોસાયટી
(6) સીતલબેન મનુભાઇ સોલંકી રહે. મહાવીરનગર સોસાયટી

