વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવાનો બનાવ પોલીસ ખાતામાં નોંધાયો છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેતા દયાબેન કમલેશ ગોવિંદભાઇ ગોગીયા (ઉ.વ.૪૦) એ પોતાના પતિ પર કરેલ ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા-૧૪/૦૩/૨૦૨૪ ના રોજ પોતે, તેમની દિકરી દિવ્યા તથા તેમના પતિ ઘરે હતા અને ગેમ રમતા હતા,
દરમ્યાન પતિએ ચા બનાવવાનું કહેતા પત્ની ચા બનાવવા ગયેલ અને તે દરમિયાન પતિ તેના હાથમાં ચપ્પુ લઈ આવેલ અને કહેવા લાગેલ કે ‘તુ સારી નથી, તારુ ચારીત્ર ખરાબ છે’ એમ કહી ઝઘડો કરવા લાગેલ અને તેના હાથમાં રહેલ ચપ્પુથી ડાબા હાથે કોણી નીચે છરકો મારેલ અને કોણીની ઉપર છરકો મારેલ. બાદ જપાજપીમાં ડાબી સાઈડ જડબામાં તથા ડાબી બાજુ ગળાની પાછળ છરકો થયેલ.
લોહી નિકળવા લાગતા તેમની દિકરી દિવ્યા વચ્ચે પડી છોડાવલ અને તે દરમ્યાન દિવ્યાને પણ ગળાના ભાગે સામાન્ય ઇજા થયેલ છે. પડોસમાં રહેતા ફરિયાદીના જેઠ ૨ઘુભાઈ ત્યાં આવી ગયેલ અને તેઓએ ૧૦૮ ને ફોન કરી બોલાવતા ૧૦૮ એમ્બ્યુલન્સ આવેલ.
૧૦૮ માં મારા જેઠાણી પારૂબેન તથા ભત્રીજો વિશાલ જીયાણાથી આવી ગયેલ હોય, વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં લઈ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ. રાત્રીના આઠેક વાગ્યે રજા આપી દેતા ફરિયાદીના પપ્પાને ત્યાં આવતા રહેલ છીએ