ઝુંપડા સામસામા આવેલ છે
વાંકાનેર: અહીં ઝુંપડામાં એક્ટિવાની લાઈટ કરતા ડખ્ખો થયો હતો. જેમાં એક વ્યક્તિ પર પાઇપથી હુમલો થયો હતો.
મળેલ માહિતી મુજબ, ચંદ્રપુર હાઇવે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા રામાભાઈ માનાભાઈ સિંધવ (ઉંમર વર્ષ 45) ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘર પાસે હતા ત્યારે સામેવાળા સાયરાબેન, સોહિલભાઈ, સેજુબેન તથા 
તેની સાથેના અન્ય માણસોએ ઝઘડો કરીને લોખંડના પાઇપ વડે માર મારતા ઈજા થતાં પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ થયેલ છે. કુટુંબીજનોએ જણાવ્યું હતું કે, 
રામાભાઈને તેમનો પરિવાર ઝુંપડામાં રહે છે. સામેવાળા તેમના પાડોશી છે અને તેમના ઝુંપડાની સામેની બાજુ રહે છે. સામેવાળા એક્ટિવાની લાઈટો ઝુંપડામાં કરતા રામાભાઈએ શા માટે લાઈટ કરી? તેમ પૂછતાં ઝઘડો થયો હતો. વાંકાનેર સિટી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.