બે જણા આરોપી: એટ્રોસીટી દાખલ
વાંકાનેર: અમરધામ માટેલ રોડ ઉપર ત્રણ જણા રૂપિયા લેવા અને સ્પા ભાડે રાખવા જતા વાતચીત દરમિયાન ઝઘડો થતા માથામાં પાઈપ મારી ઇજા કરી પાછળ ફરીથી આવી પાઇપ મારેલ અને જાતિ પ્રત્યે અપમાનિત કરવાનો ગુન્હો બનેલ છે….
જાણવા મળ્યા મુજબ હાલ પ્રેમજીનગર રામાપીરના મંદિર પાછળ તા.જી.મોરબી મુળ રહે.દેવચરાડી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર રહેતા અને માંડલ રોડ ઉપર મેપ્સ કારખાનામાં ટાઇલ્સ ડીઝાઇનરનુ કામ કરતા નિલેશભાઇ જયંતિભાઇ શેખવા જાતે, અનુ, જાતિ (ઉ.વ.૨૩) એ ફરિયાદમાં લખાવેલ છે કે તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના મારા કુંટુંબી ભાઈ હિતેષભાઈ રૂપિયા આપવા માટે માટેલ રોડ ઉપર
આવવાના હતા, જેથી હું તથા મારો ભાઇ વિક્રમભાઇ તથા કોટુમ્બિક કાકા ભુપતભાઇ મોટર સાયકલ લઇને માટેલ રોડ ઉપર જતા હતા અને અમરધામ માટેલ રોડ ઉપર મારા કૌટુમ્બિક કાકા ભુપતભાઈને સ્પાવાળા કાનાભાઈ કોળી પાસે થોડા આગળ માસ સ્પા પાસે ગયા ત્યારે ત્યાં સ્પા પાસે દેકારો થતા અમે ત્રણેય ત્યાં ભાડે રાખવા બાબતે કાનાભાઈ તથા તેનો છોકરો બન્ને ભુપતભાઈ સાથે બોલાચાલી કરતા હતા
તેને ગાળો બોલવાની ના પાડતા આ કાનાભાઇએ તેના હાથમાં પાઇપ હતો તે મને માથામાં પાછળના ભાગે મારેલ અને ત્યાથી અમે ત્રણેય ભાગી ગયેલ અને અમે પાનની દુકાન પેટ્રોલ પંપ પાસે પહોંચતા પાછળથી ત્યાં કાનાભાઈ તથા તેનો છોકરો આવેલ અને આ કાનાભાઈ તથા તેનો દીકરો જાતિ પ્રત્યે ખરાબ શબ્દો બોલવા લાગેલ અને ત્યાં કાનાભાઇએ મને માથામાં પાઈપ મારેલ અને તેના છોકરા પાસે ગેસની પાઇપ
લાઇન હતી તે વાંસામાં મારેલ અને હિતેષભાઇને પણ આ લોકોએ મારેલ અને ત્યાં આજુબાજુ વાળા માણસો ભેગા થઈ ગયેલ મને તથા હિતેષભાઇને બન્નેને સારવાર માટે ૧૦૮ વાળા લઈ જતા હતા રસ્તામાં વિક્રમભાઈ ભેગા થઈ ગયેલ અને મોરબી સરકારી હોસ્પિટલમાં લાવેલ હતા, પોલીસ ખાતાએ ગુન્હો ભારતિય ન્યાય સંહિતાની કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨,૫૪ તથા જી.પી, એક્ટ કલમ ૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) અને એકબીજાની મદદગારી કરી જીલ્લા મે જી,સા,ના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવાનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…

