કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાતીદેવડીના ખેડૂત પર દીપડાનો હુમલા કરવાનો પ્રયાસ 

લોકોમાં ડર ફેલાયો: ફોરેસ્ટ ખાતું યોગ્ય પગલાં ભરે એવી લોકલાગણી છે

વાંકાનેર : તાલુકાના રાતીદેવડીના ખેડૂત પોતાની વાડીએ પાવા ગયા હતા ત્યારે ગઈ રાત્રે આઠ વાગ્યેની આસપાસ દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ખેડૂત પોતાના જીવ બચાવીને ભાગ્યો હતો અને પાણીની હોજમાં (અવેળામાં) સંતાઈ ગયા હતા. 

 
મળેલી માહિતી પ્રમાણે રાતીદેવડી ગામે ગામથી ખુબજ નજીક નિશાળની પાછળ આવેલ મીઠી ખાડી વિસ્તારમાં રહેતા રફીકભાઈ માથકીયાનો પુત્ર મુનાજીર નવા વાંકિયા તરફ આવેલી પોતાની વાડી નામે કરારમાં ડુંગળી પાવા માટે ગયા હતા, ત્યારે તેઓ પાણીનું નાકુ વાળીને બાજુમાં તાપણું કરીને તાપી રહ્યા હતા અને કપાસમાંથી અવાજ આવતા તેમણે એ તરફ બેટરી કરતાં સામે દીપડો દેખાયો હતો અને ગર્જના કરતો હતો. દીપડો જોતાં જ મુનાજીરે દોટ મૂકીને ભાગ્યો હતો અને બાજુમાં આવેલા પાણીના હોજમાં સંતાઈ ગયો હતો. ત્યાંથી તેમના પપ્પાને ફોન કરીને બોલાવ્યા હતા. આ વાત વાયુ વેગે ફેલાઈ જતા ગામના લોકો જે વાહન હાથમાં આવ્યું તે લઈને વાડી તરફ ગયા હતા, પરંતુ ત્યારે ત્યાં દીપડો જોવા મળ્યો ન હતો. 

 
અગાઉ વડસર પાસે ધાર અને વિડી વિસ્તારમાં દીપડો દેખાયો હતો. આ વાડી પણ એ વિસ્તારથી નજીક હોવાથી કદાચ આ દીપડો ત્યાં ચડી આવ્યો હોઈ શકે, આજના આ સમાચાર મળતા ખેડૂતો હવે વાડીએ જતા ડરે છે. બે દિવસ પૂર્વે વડસર પાસે દીપડાએ મારણ પણ કર્યું હતું. આ અંગે ફોરેસ્ટ ખાતું યોગ્ય પગલાં ભરે એવી લોકલાગણી છે. 

દેશી દારૂ સાથે ઝડપાયા

વાંકાનેરમાં આરોપી કલ્પેશભાઇ ઉર્ફે સિતારામ નરભેરામ નિમાવત કુંભારપરા ચોકમાં પોતાના કબ્જામાં રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!