નવ વોલ્ટની ત્રણ બેટરીથી ચાલતી ઓટોમેટિક ફિરકી મેડ ઇન ઇન્ડિયા છે: કિંમત બે હજાર આસપાસ
તમને પતંગ ચગાવવાનો શોખ છે, પણ જો તમને પતંગ ચગાવ્યા બાદ અને પેચ લડાવ્યા બાદ ફીરકી લપેટવાનો કંટાળો આવતો હોય તો તમારો આ કંટાળો હવે દૂર થઇ જશે. કારણ કે આ વર્ષે બજારમાં એક એવી ફીરકી આવી છે, જે લોકોની દોરી વીંટવાની સમસ્યા દૂર કરશે. ઉત્તરાયણના પર્વ પહેલા બજારમાં એક એવી ઓટોમેટિક ફીરકી આવી છે કે, પતંગ ચગાવ્યા બાદ એક સ્વીચ દબાવવાથી તમામ દોરી ફિરકીમાં વીંટાઈ જશે.
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પર્વ પર લોકો પોતાના પરિવાર સાથે મકાનના ધાબે જઈને પતંગ ચગાવતા હોય છે અને કાપ્યો છે, લપેટ લપેટના નારા લગાવતા હોય છે. જોકે આ જ પર્વ દરમિયાન જ્યારે લોકો પતંગની દોરીને ઢીલ આપે છે અને જ્યારે પતંગ કપાય છે તે બાદ તેમને દોરી વીંટવાનું કહેવામાં આવે તો આળસ આવતી હોય છે. આ તકલીફ દૂર કરવા માટે બજારમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના સ્ટેન્ડ મળવાની પણ શરૂઆત થઈ છે. જોકે તેમ છતાં પણ તેમાં માનવ બળ લાગતું હોવાથી લોકોને હજુ પણ દોરી વિટવામાં કંટાળો આવે છે. ત્યારે આ જ કંટાળો દૂર કરવા અને લોકોને નવીનતમ વસ્તુ આપવા માટેના પ્રયાસના ભાગરૂપે બજારમાં ઓટોમેટીક ફીરકી મળવાની શરૂઆત થઈ ચૂકી છે. જે ફીરકીમાં એક સ્વીચ દબાવવાથી જ દોરી આપોઆપ વીંટાઈ જાય છે. શું છે.
સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે તહેવાર દરમિયાન કોઈ નવી આધુનિક વસ્તુ બજારમાં આવે તો તે મેઇડ ઇન ચાઇના હોય છે. જોકે બજારમાં મળતી આ ઓટોમેટિક ફીરકી મેડ ઇન ઇન્ડિયા છે, જે સ્વર્દશી પ્રોડક્ટ હાલ બજારમાં પતંગ રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. તે ફીરકીમાં એક સ્વીચ દબાવતા દોરી વીંટાઈ જાય છે. જે ફીરકી 9 વોલ્ટની ત્રણ બેટરી પર ચાલે છે અને પૂરો દિવસ વાપરવા સાથે ત્રણ દિવસ તેની બેટરી ચાલે છે. એટલે કે એક વાર બેટરી નાખ્યા બાદ એક પર્વ નીકળી જાય. આ ફિરકીમાં બેટરી, મોટર સ્વીચ અને સર્કિટ આવેલી છે. આ ફીરકી 2500 વારની મળે છે. જેમાં દોરી પુરી થઈ જાય તો તેમાં દોરી ભરાવી શકાય છે. અથવા તો તેજ ફીરકીનો દોરી સાથેનો તૈયાર કોન આવે છે. જૂનો કોન પૂરો થયા બાદ ફીરકી સાથે આવેલા નવા કોનને એક સ્ક્રુ ડ્રાયવરની મદદથી ફીરકી ખોલી ફિટ કરી દેવાય છે અને બાદમાં ફરી પતંગરસિયા પતંત્ર ચગાવી શકે છે. સામાન્ય રીતે જે ફીરકી 2500 વાર ની 650 કે તેની આસપાસ કિંમતમાં મળી રહે તેના બદલે ઓટોમેટિક ફીરકી 2000 કિંમત આસપાસ મળી રહી છે. જે ત્રણ ગણા વધુ ભાવ છે. તો તેનો દોરી સાથેનો તૈયાર કોન 600 રૂપિયા આસપાસ મળી રહ્યો છે. જે ભાવ વધારાને લઈને ક્યાંક લોકો ઓટોમેટિક ફીરકી ને પણ ખરીદી શકે.