વાંકાનેર: તાલુકાના લીંબાળા પાસે આવેલ ખભારાપરામાં અવેડે પાણી ભરવા ગયેળ એક મહિલાને પાઇપના ઘા માર્યાની ફરિયાદ થઇ છે.
આ બનાવ બાબતે ડાલીબેન લક્ષ્મણભાઈ થોભણભાઈ ફાંગલીયા (ઉ.વ.૨૧) રહે ખભારાપરા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે સવારના પીવાનુ પાણી ભરવા માટે
પોતાના ધરથી નજીક આવેલા પાણીના અવેડે ગયેલ ત્યારે ગામના તેજાભાઈ જીવણભાઈ ગમારાએ ફરિયાદીને કહેલ કે ‘તને અહિયા ગામના અવેડે પાણી ભરવાની ના પાડે છે તો તુ કેમ આવી છો?’ તેમ કહી
ગાળો બોલી લોખંડના પાઇપના ઘા માથાના અને ગળાના પાછળના ભાગે મારેલ. દેકારો કરતા ફરિયાદીના ભાભી કાજલબેન તથા ભાઈ રામાભાઈ આવી જતા વધુ માર મારતા બચાવેલ છે વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં લઈ જતા
ડોક્ટરની સલાહથી રાજકોટ વધુ સારવાર માટે લઇ ગયેલ હતા. આ બનાવનું કારણ એવુ છે કે ગામના અવાડે પીવાનુ પાણી ભરવા જવાનુ થતુ હોય જે બાબતે અગાઉ એક – બે વખત બોલાચાલી થયેલ અને ફરિયાદીના ભાઈ વિરમ સાથે ઝગડો કરેલ હતો, જે બાબતની દાઝ રાખીને લોખંડના પાઈપ મારેલ.
દારૂ સાથે:
નવાપરા પંચાસર રોડ પર રહેતા ગોવિંદ સવજીભાઈ ઇંટોદરા અને સરતાનપરના શૈલેષ બાબુભાઇ ભુરીયા દેશી દારૂ સાથે પકડાયા છે.
પીધેલ:
સીટી સ્ટેશન પર રહેતા શાહિદ સલીમભાઇ વાઢેર અને વણઝારાના સંજય ઉર્ફે શૈલેષ જીવરાજભાઈ વાઢેર પીધેલ પકડાયા છે.
ટ્રાફિક નિયમના ભંગ:
જાલસીકાના પ્રવીણ ધીરુભાઈ કાટોડિયા અને જાલીના છના તેજાભાઈ નંદેસરીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો