કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પત્નીને મેળામાં પ્રેમી સાથે જોઈ જતા બબાલ

પતિએ વાંકાનેરના પ્રેમીને માર મારી ફિનાઈલ પિવડાવી દીધું

રાજકોટ : પતિ, પત્ની, ઔર વો.. નો ઘાટ ગાંધીધામના ધમણક ગામે મેળામાં સર્જાયો હતો. પત્નીને અન્ય યુવક સાથે પતિ જોઈ જતા પ્રેમીને બેફામ માર મારી ફીનાઈલ પીવડાવી દેતા વાંકાનેરના યુવકને સારવારમાં રાજકોટ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના સીટી સ્ટેશન પાસે રહેતો સાહિલ સલીમભાઈ બસર (ઉ.20) રીક્ષા ચાલક છે. તેમને વાંકાનેરમાં જ રહેતી પરીણીતા હુસૈનાબેન સાથે એક મહીનાથી પ્રેમ પાંગર્યો હતો.

જે બાદ બન્ને ગઈકાલે ગાંધીધામના ધમણકા ગામે મેળામાં ગયા ત્યારે હુસૈનાબેનનો પતિ તૌફીક ત્યાં આવી જતા ઝઘડો થયો હતો. અને બાદમાં સાહિલને તેને બેફામ માર મારી ફાઈનલ પીવડાવાનો પ્રયાસ કર્યો હતો.

ગંભીર રીતે ઘાયેલ થયેલ યુવક જીવ બચાવી ત્યાંથી નાસી છુટયો હતો અને પ્રથમ વાંકાનેર અને બાદમાં વધુ સારવાર અર્થે અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે દુધઈ પોલીસને જાણ કરી હતી.

વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યા અનુસાર તેની પ્રેમીકા હુસૈનાને તેનો પતિ એક માસ પહેલા મુકીને ભાગી ગયા બાદ તે વાંકાનેર રહેવા આવી હતી. દરમ્યાન બન્ને પરીચયમાં આવ્યા બાદ પ્રેમ પાંગર્યો હતો. અને ગઈકાલે મેળામાં ગયા ત્યાં તેનો પતિ આવી જતા મારામારી થઈ હતી. બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!