આવતી કાલે ધાર્મિક પ્રસંગ
વાંકાનેર: ટંકારા તાલુકામાં અમરાપર- ટોળ ગામ રસ્તે આવેલ બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે આવતી કાલ મહાયજ્ઞોતસ્વનું આયોજન કરવામાં આવેલ છે યાદીમાં જણાવવામાં આવ્યું છે કે…



સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડમાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના સમસ્ત બાબરીયા પરિવારનું આસ્થા અને શ્રદ્ધા સાથે વિશ્ર્વાસનું પ્રતિક એટલે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મુ. ટંકારા પાસે આવેલ અમરાપર ટોળ ગામ રસ્તે આવેલ બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે સમસ્ત બાબરીયા પરિવાર દ્વારા તારીખ 11/4/26 શનિવારના રોજ સવારે મહાયજ્ઞોતસ્વનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તો ધાર્મિક પ્રસંગે સૌ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો વડીલો યુવાનોને પધારવા બાબરીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે…

