ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ
વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ રામદેવ હોટલ નજીક રહેતા પરિવારની ઝારાખાતુંન મહંમદભાઈ જાવેદ નામની પાંચ વર્ષની બાળકીને ત્યાં રામદેવ હોટલ પાસે સાપ કરડી ગયો હતો. જેથી કરીને તેણીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવી હતી. બનાવને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસ કરી બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી…
ટ્રેનમાંથી પડી જતાં મૃત્યુ: વાંકાનેર મીલ પ્લોટ પાસે મેલડી માતાના મંદિર નજીક અજાણ્યો આશરે ૩૫ વર્ષનો યુવાન ટ્રેનમાંથી પડી જતાં ઇજા થતાં હ૧૦૮ મારફત વાંકાનેર અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઈ નિકોલા અને ભાવેશભાઇ મકવાણા તથા કાનાભાઈએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે વધુ તપાસ વાંકાનેર રેલ્વે પોલીસે હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો પોલીસનો સંપર્ક કરવો…