વાંકાનેર: મેઈન પોસ્ટ ઓફીસ ખાતેથી પાસ બુક તથા અન્ય દસ્તાવેજી કાગળો તથા રોકડા રૂપીયા ૩૦,૯૦૦/- ભરેલ બેગ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે….
જાણવા મળ્યા મુજબ એલ.આઇ.સી એજન્ટનું કામ કરતા પ્રતાપપરા શેરી નં-૦૧, ૨સાલા રોડ વાંકાનેર ખાતે રહેતા જયેશભાઇ મુગટલાલ મહેતા (ઉ.વ.-૫૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.-૨૭/૦૩/૨૦૨૪ ના રોજ સવારના ઘરેથી એક લેધરની નાની બેગ જેમા મારા કલાઇન્ટના વીસ હજાર રૂપીયા તથા પોસ્ટ ઓફીસના અલગ અલગ ગ્રાહકોના ભરેલા એસ.બી.૩(એફ.ડી.) આશરે દસેક ફોર્મ તથા ચાર પોસ્ટ ઓફીસના ખાતાની પાસબુક જેમા એક સેવીંગ પાસ બુક સચ્ચિદાનંદ દેવરાજ ચૌધરી, મયુરકુમાર ડી.રાઠોડ, બેંકની મારી ચેક બુક, પાસ બુક તથા હિતેષભાઇ સન્મુખરાય ધંધુકિયા, પ્રદિપસિંહ જોરૂભા ઝાલા, સુરેશભાઇ આંબાભાઈ ગુજરાતીના કાગળો તથા મારી પત્નિ જીજ્ઞાબેન મહેતાના નામના રબર સ્ટેમ્પનો ડબો લઈને માર્કેટ ચોક ખાતે આવેલ પોસ્ટ ઓફીસમા ગયેલ હતો
મારા એલ.આઇ.સી.ના કલાઇન્ટ અમિયલભાઇ ખોરજીયા રહે-દલડી વાળાનુ એલ.આઇ.સીનુ વાર્ષિક પ્રિમિયમ ૩૦૯૦૭/- રૂપીયા હોઇ જેઓએ મને રોકડા ૩૦,૯૦૦/- રૂપીયા આપેલ હતા અને તે રૂપીયા મે મારી પાસે રહેલ બેગમા મૂકી બેગ પોસ્ટ ઓફીસમા આવેલ રાઇટીંગ ટેબલ ઉપર મુકેલ અને હુ કેસ બારીએ મારી પાસેના રહેલ કાગળો જમા કરાવવા ઉભેલ હતો. મારા હાથમા અન્ય કામગીરીના કાગળો હોઇ જે મુકવા માટે બેગ લેવા જતા મારી બેગ રાઇટીંગ ટેબલ ઉપર જોવામાં આવેલ નહી, જેથી આજુબાજુ તપાસ કરતા મારી કાગળો તથા રૂપીયા ભરેલ બેગ જોવામાં આવેલ નહી જેથી અમોએ પોસ્ટ ઓફીસના અધિકારી સાથે ચર્ચા કરી સીસીટીવી કેમેરા ચેક કરી કરાવતા એક સફેદ કલરના ચેક્સ શર્ટ પહેરેલ ઇસમ મારી બેગ લઈ જતો જોવામાં આવેલ. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…