કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઘર સળગાવી નાખવાના વાંકાનેરના આરોપીઓને જામીન

વાંકાનેર: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ રામકૃષ્ણનગરમાં મકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરવખરી તથા વાહનમાં નુકસાન કરવામાં આવ્યું હતું. જે અંગે ગુનામાં પકડાયેલા વાંકાનેરના બે લોકોના કોર્ટ દ્વારા હાલ જામીન મંજૂર કરાયા છે…
મોરબી બી ડિવી પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરી હતી કે આ કામના આરોપીઓએ અદાવત રાખીને આરોપીઓએ ફરિયાદીના ઘરને આગ લગાડી દીધેલ.જેમાં ફરીયાદીના ધરનો ધરવખરીનો સામાન સળગી ગયેલ હોય અને નુકશાની થયેલ હોય અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને ગુન્હો કર્યો હોય જેથી મોરબી બી ડિવી પોલીસે આરોપીઓ વીરધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.જેમાં આરોપી શીવ ઉર્ફે લકકી વસંતભાઈ ભુસાલ તથા મીનપ્રસાદ ઉર્ફ રોહીત વસંતભાઈ ભુસાલ તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપ આર.અગેચાણીયા રોકાયેલ હતા.આરોપીઓ તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે.આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે.ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે.આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ…

હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને આરોપીઓને જામીન પર મુકત કરવા દલીલ કરેલ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ અગેચાણીયાની દલીલ માન્ય રાખીને આરોપીઓને રૂ.૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયાની, જે.ડી. સોલંકી, રવી ચાવડા, દિપ ઝીઝુવાડીયા, ક્રીષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!