કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

ધમલપર ચોકડી પાસેના કેસમાં જામીન મંજુર

અગાઉ લગ્ન થયેલ છોકરીને ત્યાં રહેવું ન હોઈ મૈત્રી કરારથી રૂપિયા 15 લાખની ઉઘરાણી બાબતે બઘડાટી બોલી હતી

વાંકાનેર તાલુકાના ધમલપર ચોકડી પાસે મનોજભાઈ હીરાભાઈ સરૈયા તથા કુટુંબી જનો ઉપર ધોકા પાઈપ વડે (૧) રાહુલ સામંતભાઈ હાડગરા, (૨) હરેશભાઈ મસાભાઈ રાતડીયા, (૩) ગોપાલભાઈ કાળુભાઈ ડાંગર, (૪) ગોપાલભાઈ રઘુભાઈ સાંસલા, (૫) અર્જુનભાઈ અજયભાઈ રામાવત, (૬) સંજય ગોરધનભાઈ કમ્બોયા, (૭) ભાવેશભાઈ જાગાભાઈ સાંસલા નામના યુવકે જાન લેવા હુમલો કરી હત્યા- હત્યાનો પ્રયાસ કરેલ અને મનોજભાઈને બચાવવા વચ્ચે પડતા કંકુબેન હીરાભાઈ સરૈયા તથા ગુડીબેન હીરાભાઈ સરૈયા તથા બળદેવ હીરાભાઈ સરૈયા તથા ફરીયાદીના પત્ની કોજલબેનનુ અપહર અપહરણ કરી આરોપીઓએ ધોકા પાઈપ વડે હુમલો કરેલ જે ગુનામાં આરોપીઓને મોરબી સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે.

આ ગુનામાં ફરીયાદીની હાલત ગંભીર હોય અને હોસ્પીટલમાં તેને લાંબો સમય સારવાર લેવી પડેલ આ બનાવ આ ગુનાની ફરીયાદ ઇજા પામનાર કંકુબેન હીરાભાઇ સરૈયા તથા ગુંડીબેન હીરાભાઈ સરૈયા તથા બળદેવ હીરાભાઈ સરૈયા આ બનાવની મનોજભાઇ હીરાભાઇએ વાંકનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ પોલીસ બી.એન.એસ. કલમ ૧૧૮(૨), ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૪૦(૭), ૫૪ તથા જી.પી. એકટ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ હતો.

ઉપરોકત ગુનામાં આરોપીઓ દ્વારા આગોતરા જામીન પર છુટવા તેના એડવોકેટ વિજય બી. પટગીર મારફત મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ જે અરજીમાં તેઓએ દલીલ કરેલ કે આરોપીના ફરીયાદમાં નામ ન હોય ઈજા પામનાર સંપુર્ણ ભયમુક્ત છે હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરી દેવામાં આવેલ છે અને અન્ય ઈજા પામનારને સામાન્ય ઈજા છે આરોપી યુવાન વયના છે ગુનાહીત ઈતીહાસ નથી પોલીસને તપાસના કામે આરોપીની જરૂર ન હોય તેમજ આરોપી પાસે વધુ કોઈ રીકવરી ડીસ્કવરી કરવાની રહેતી ન હોય નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જામીન સંબંધેના ચુકાદાઓની વિશેષ છણાવટ કરેલ આરોપીના એડવોકેટની દલીલોને ગ્રાહય રાખી સેશન્સ અદાલત દ્વારા આરોપીઓને આગોતરા જામીન ઉપર મુકત કરતો હુકમ કરવામાં આવેલ છે..

ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકામાં હસનપર (શક્તિપરા) ના ભરવાડ શખ્સને માર મારવાના બનાવે તાલુકાના ભરવાડ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, બનાવ અંગે ફરિયાદ કરવામાં આવેલ કે અગાઉ લગ્ન થયેલ છોકરીને ત્યાં રહેવું ન હોઈ મૈત્રી કરારથી રૂપિયા 15 લાખ આપવાની શરતે હસનપરનો યુવાન લઇ આવ્યો હતો, ઉઘરાણી કરતા યુવાને છૂટાછેડા પહેલા થાય પછી આપવાનું જણાવેલ, યુવાનનું અપહરણ થયેલ, પરંતુ એમના ભાઈએ પીછો કરી છોડાવેલ, દવાખાનામાં સારવારમાં રહેલા યુવાન ઉપર છોકરીનો પોતાને લઇ જવા ફોન પણ આવેલ હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!