કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મેસરીયા મારામારીના કેસના આરોપીઓના જામીન મંજૂર

અમરસર ફાટક પાસેથી દેશી તમંચા સાથે પકડાયેલ આરોપીના જમીન પણ મંજુર

વાંકાનેર: મેસરીયા ગામે મારામારીના બનાવમાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હતી, જે બંને બનાવમાં નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે….
વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની ચૂંટણીમાં થયેલ માથાકુટમાં બે શખ્સો પર હુમલો કરી માર મારવાનાં બનાવમાં પોલીસે ૧). બાબુભાઈ કાથડભાઈ ખાચર, ૨). રાજદિપભાઈ જોરૂભાઈ ધાંધલ, ૩). સોમકુભાઈ લખુભાઈ ખવડ,

૪). પ્રતાપભાઈ હકાભાઈ પલમાર, ૫). અજયભાઈ કાદુભાઈ ચોવસીયા અને ૬). શીવકુભાઈ દાદભાઈ ખાચરની ધરપકડ કરી હતી, જે તમામ આરોપીઓએ પોતાના વકીલ મયુરસિંહ પરમાર મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન માટે અરજી કરતા નામદાર કોર્ટ તમામ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.વાંકાનેરની અમરસર ફાટક પાસેથી પોલીસે આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ વાનેશીયાની દેશી તમંચા સાથે ઝડપી લીધો હોય જેણે પોતાના વકીલ અને વાંકાનેર બાર એસોસિયેશનના પુર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન માટે અરજી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!