કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ખોટા સોલવંશી સર્ટી.ના આરોપીના જામીન મંજુર

હાઇકોર્ટે આરોપીને જમીન આપ્યા

મોરબી કોર્ટમાં જમીન માટે સર્ટી. રજૂ કર્યું હતું

વાંકાનેર સીટી પોલીસે ગુન્હામાં રાજુભાઇ બુટાભાઇ ફાંગલિયાનું હિટાચી મશીન કબજે કરેલ હતું. જે મશીન ને છોડાવવા માટે હાઇકોર્ટના હુકમ મુજબ સોલવંશી જામીન મોરબી કોર્ટમાં રજૂ કરવાનો હુકમ હોય

જેથી ત્રણ આરોપીઓએ ભેગા મળી આરોપી દિનેશભાઇ વાઢેરનો નામનો ખોટા સોલવંશીનો દાખલો નાયબ મામલતદારના ખોટા સિક્કા અને સહી કરી બોગસ ઊભો કરી મોરબી કોર્ટમાં રજૂ કરતાં પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો,

જે ગુનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે હાઇકોર્ટમાં હાલ એક આરોપીના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.


મળતી માહિતી અનુસાર, ગત તા.૧૯/૦૪/૨૦૨૩નાં રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી કોર્ટના હુકમથી એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર, રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયા તથા દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા દ્વારા હિટાચી છોડાવવા માટે નાયબ મામલતદારના સહી અને સિક્કાવાળો સોલવંશીનો ખોટો દાખલો મોરબી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.

જે મામલે મોરબી કોર્ટને શંકા પડતાં દ્વારા આ રજૂ થયેલ દસ્તાવેજ ચકાસવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ પ્રમાણ પત્ર બોગસ હોવાનું સામે આવતા આઇપીસી ની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં વાકાનેર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓની ધરપકડ કરી બાદમાં જેલ હવાલે કર્યા હતા .

જે મામલે હાલ જેલમાં બંધ આરોપીઓ પૈકી દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેરની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.

ગૃપમાં કઈ રીતે જોડાશો?

આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?

Content Copying Forbidden !!

error: Content is protected !!