રુા.૩,૦૯,૩૮,૦૦૦/- જેટલી માતબર રકમ મેળવી હતી
વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામના શખ્સ વિરુદ્ધ શ્રી કૃષ્ણ ગાૈશાળા તથા અનસોયા આશ્રમ (ગામ:તરણેતર, તા. થાનગઢ) ના લાભાર્થે ઇનામી લકકી ભેટ યોજના દ્વારા ગેરકાયદેસર અને લોભામણી જાહેરાત કરતી અનઅધીકૃત ટીકીટો છપાવી, આમ જાહેર જનતા પાસેથી તેઓની મહેનતની કમાણીની આશરે રુા.૩,૦૯,૩૮,૦૦૦/- જેટલી માતબર રકમ મેળવી લઇ ડ્રો કરવાની મંજુરી નહી મળવા છતા લકી ડ્રો કરવા તજવીજનો ગુનો નોંધાયેલ હતો….



થાનગઢ પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ ૧૧૨(૨),૩૧૬(૨),૬૧(૨)(ક),૩૧૬(૫), ૩૧૮(૨), ૨૯૭(૧),૨૯૭(૨) તથા ઇનામી છેતરપિંડી અને પૈસા સરક્યુલેસન અધિનિયમ કલમ- ૪ તથા ધી બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટ કલમ ૨૩ મુજબ ગુનો નોંધાયેલ, જેમાં આરોપી મેરાભાઈ શામજીભાઈ ડાભી રહે. ચિત્રાખડા, તા. વાંકાનેર વાળાની સુરેન્દ્રનગર જિલ્લા સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતા નામદાર સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે, આ જામીન અરજી મંજૂર કરાવવા માટે ધારદાર દલીલો તથા પુરાવા રજૂ રાખનાર વાંકાનેરના સિનિયર વકીલ શ્રી બી. એસ. લૂંભાણી તથા રવિભાઈ કોબિયા તથા અજયભાઈ જોગરાજીયા તથા આસિસ્ટન્ટ અશોક વોરા રોકાયેલ હતા….
