રાત્રીના નવ કલાકથી ભવ્ય સંતવાણીનો પ્રારંભ થશે
વાંકાનેર: અહીંથી 17 કિલોમીટર દુર જાલસીકા નજીક આવેલ પૌરાણીક પંચાળ પ્રદેશની આદ્યશકિતમાં શ્રી હોલમાતાજી મંદિરે અલૌકીક અને રળીયામણા વાતાવરણમાં આગામી તા.9ને ગુરૂવારના રોજ (આજે) 17મો વૈશાખી બીજ મહોત્સવ અનેકવિધ કાર્યક્રમો થકી ધામધુમથી ઉજવાશે.
જેમાં તા.9મે ને ગુરૂવારના રોજ સવારે શુભ મુહૂર્તે ધ્વજા આરોહણ તેમજ સવારે 7 થી 1 માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું આયોજન ત્યારબાદ બપોરે તથા સાંજે (બન્ને ટાઈમ) માંઈ ભકતજનો માટે મહાપ્રસાદ બાદ મંદિરના વિશાળ પટાંગણમાં રાત્રીના નવ કલાકથી ભવ્ય સંતવાણીનો પ્રારંભ થશે. જેમાં
સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના કલાકારોમાં લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ, કાનાભાઈ હુંબલ, લોકગાયક કલાકાર ભુમીબેન આહીર, ભજનીક વિજયભાઈ આહીર તથા વિજુબેન આહીર (ખંઢેરી) તથા સાજીંદા ગ્રુપ સહિતના કલાકારો પોતાની કલા પીરસશે. આ વૈશાખી બીજ મહોત્સવમાં
વિવિધ જગ્યાના સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. જેમાં પ્રભુદાસબાપુ (રામબાઈમાંની જગ્યા) વવાણીયા, રસીકબાપુ (ગરણી), વશિષ્ઠનાથબાપુ (ભાયાસર), ભુપતાથ ઓમકારેશ્ર્વર (હલેન્ડા), બહ્મગીરીબાપુ (બાનાવડ), વાઘાબાપા ઠાકર (પુજારી-જાલસીકા), હોલ માતાજીના ભુવા નાથાભાઈ સોનારા (વસુંધરા) આઈશ્રી જાનબાઈમાં અમરધામ માટેલ, મહંત હરીઓમનાથ મોગલધામ જાલસીકા, તથા માનબાઈમાં મોકલધામસહિતના સંતો મહંતો ભુવાઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત
સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત- કચ્છમાંથી મોટી સંખ્યામાં આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહેશે. મહોત્સવના આગલા દિવસે મહેમાનો માટે રહેવા તથા ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તેમ મહંત પ્રભાતભાઈ લોખીલે જણાવ્યું હતું.