વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં અપમૃત્યુનો બનાવ બનેલ છે….
જાણવા મળ્યા મુજબ મેસરીયા ગામની સીમમાં આવેલ સેન્ડ બેરી ફાઇબર ટેક નામના કારખાનામા પ્લાસ્ટીક વેસ્ટની ગાસડીઓ ઉતારવા માટે આવેલ
તામિલનાડુ સેલમના રહેવાસી સરવાનન દાસન ઉર્ફે થાસન વનીયર ઉ.41 નામના ટ્રક ચાલક પ્લાસ્ટિકની ગાંસડીઓ ટ્રક્ની ફરતે બાધેલ દોરડૂ ખોલતા હતા ત્યારે
ટ્રકમાંથી પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડી પડતા ગંભીર ઈજાઓ બાદ બેભાન બની ગયેલા ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.