મોટા અવાજે સ્પીકર વગાડવા પર થશે કાર્યવાહીઃ સરકાર
સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ માટે લેવું પડશે લાઈસન્સ
હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારની કામગીરી અંગે વિવિધ મુદ્દે ટિપ્પણી કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક વધારો થઈ રહ્યો છે તેમાં હવે ધ્વનિ પ્રદૂષણને લઈ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને પોલીસનું કોર્ટમાં એફિડેવિટ રજુ કરવામાં આવી છે. જેમાં મંજૂરી વિના જાહેરમાં સ્પીકર નહીં વગાડી શકાય તેવું સોગંધનામુ રજુ કર્યું છે.
સરકાર દ્વારા લોકોને થઈ રહેલી મુશ્કેલી અને લાઉડ સ્પીકરના વધુ પડતાં ઉપયોગ સામે હાઈકોર્ટમાં સોગંધનામુ રજુ કરવામાં આવ્યું છે. જેમાં સરકારે જણાવ્યું કે, મોટા અવાજે સ્પીકર વગાડવા પર કાર્યવાહી થશે. તેમજ રહેણાંક – કોમર્શિયલ વિસ્તાર માટે ડેસીબલ નક્કી કર્યા છે તેના પર જ અવાજ રાખવામાં આવ્યો છે.
રહેણાંક – કોમર્શિયલ વિસ્તાર માટે ડેસીબલ નક્કી કર્યા છે. જેના પ્રમાણે DySP કક્ષાના 56 નોડલ ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે અમદાવાદ પોલીસે પણ સોગંધનામુ રજૂ કર્યુ છે. તેની સાથે જ રાજ્યભરમાં લાઉડ સ્પીકર વેચનારા માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
પહેલી વખત રાજ્ય સરકારે ફરી એકવખત લાઉડ સ્પીકર વેચનારે લાઉડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરવું ફરજિયાત કર્યું છે. તેમજ લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ મુદ્દે લાઇસન્સ લેવું ફરજિયાત બનાવ્યું છે. જેના પરિણામે મોટા અવાજે સ્પીકર વગાડવા પર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.