બેન્ક સાથે મકાનનો ભાડા કરાર કરનાર સામે ગુન્હો નોંધાયો
દાદરા ઉતરતા પગ લપસતા ચાલુ વીજ વાયરની થ્રી-પીન આંગળીમાં અડી જતા બની ઘટના
વાંકાનેર: મૂળ વઢવાણના રહીશ અને અહીં બંધન બેંકમાં નોકરી કરતા એક યુવાનનું પાણીની મોટર ચાલુ કરવા જતા ઇલેક્ટ્રિક શોક લાગતા બંધન બેન્ક સાથે પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનનો ભાડા કરાર કરી પોતાના મકાનમાં અંદરનું વાયરીગ બરાબર કરેલ ન હોય અને 

કોઇ વીજ કરંટ લાગે ત્યારે સલામતીના સાધન સ્વીચો રાખવાની હોય- જે નહી રાખી માણસની જીદગી જોખમાઇ તે રીતે ગંભીર પ્રકારની બેદકારી રાખી મોત નિપજતા મકાન માલિક વાંકાનેર મિલ કોલોની, અમરસિંહજી મિલ પાસે રહેતા અઝીઝખાન સરવલખાન પઠાણ સામે ગુન્હો નોંધાયો છે…

જાણવા મળ્યા મુજબ વઢવાણના રહીશ જયેશભાઈ રાજુભાઈ રાતડીયા (ઉવ ૨૬) એ ફરિયાદમાં લખાવેલ છે કે ગઇ તા, ૧૬/૦૬/૨૦૨૫ ના રોજ મારા મોબાઇલમાં મારા ભાઇ હાર્દીકભાઈની સાથે વાંકાનેર બંધન બેન્કમાં નોકરી કરતા કોઇ કર્મચારીનો ફોન આવેલ કે 

‘તમારા ભાઈ હાર્દીકનું પાણીની મોટર ચાલુ કરવા જતા ઇલેકટ્રીક શોક લાગતા સારવારમાં વાંકાનેર સરકારી હોસ્પીટલે લઇ ગયેલ છે અને મરણ ગયેલ છે આથી હું તથા મારા પિતા અને અમારા સગાસંબંધીઓ વાંકાનેર આવેલ હતા અને બેન્કના કર્મચારી કુલદીપસિહ ગોહીલે વાત કરેલ કે તા. ૧૬/૦૬/૨૦૨૫ ના રોજ બંધન બેન્કમાંથી નોકરી પુર્ણ કરી સાથી કર્મચારી શામલભાઈ સાથે સાંજના ધરે આવેલ અને

હાર્દીકભાઈને ધરની પાણીનો ટાંકો ભરવાનો હોય જેથી તે વીજ વાયર તેના રૂમમાં ઇલે.પીન હોય તેમાં ફીટ કરીને ચાલુ વીજ વાયર લઇને નીચે પાણીની મોટરનું બોર્ડ હોય તેમ દાદરા ઉતરતા હોય ત્યારે અચાનક હાર્દીકનો પગ લપસતા તેના હાથમાં રહેલ ચાલુ વીજ વાયરની થ્રી-પીન ડાબા હાથના અંગુઠાની બાજુની આંગળીમાં અડી જતા ઇલેક્ટ્રિક શોક લાગેલ હોય પડી ગયેલ અને આજુબાજુના પાડોશીઓ હાર્દીકભાઇને સારવાર માટે લઇ ગયેલ હતા અને દવાખાનામાં ફરજ પરના ડોકટરશ્રીએ મરણ ગયેલ જાહેર કરેલ છે પોલીસ ખાતાએ ગુન્હો – બી.એન.એસ કલમ ૧૦૬ (૧) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
