પોલીસ ખાતાએ હજુ વધુ સજાગ થઇ મોટા પાયે ઝુંબેશ ચલાવવાની જરૂર
વાંકાનેર: તાલુકાના માટેલ ગામમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો) મળી આવતા પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે, વાંકાનેર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ચાઇનીઝ ફીરકીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે, ઇસ્ટાગ્રામમાં ચાઇનીઝ દોરીથી ગળા કપાયાના વિડિઓ અરેરાટી ઉપજાવનારા છે, અલબત્ત, એ વિડિઓ વાંકાનેર વિસ્તારના નથી, પરંતુ ખુલ્લા વાહનમાં જતા ચાલકો માટે ખતરાની ઘંટી છે, પોલીસ ખાતાએ હજુ વધુ સજાગ થઇ મોટા પાયે ઝુંબેશ ચલાવવાની જરૂર છે….


જાણવા મળ્યા મુજબ માટેલ રામાપીરના મંદિર પાસે રહેતા મનજીભાઈ જેસીંગભાઈ સરાવાડીયા કોળી (ઉ.45) પોતાના કબ્જામા પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો) નંગ,૦૧ કિ.રૂ. ૧૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે મેળવી રાખી મળી આવતા ગુન્હો બી.એન.એસકલમ-૨૨૩, તથા જી.પી. એકટ.૧૩૧,૧૧૭ મુજબ તથા મ્હે. જીલ્લા મેજી.સાહેબ મોરબીના જાહેરનામાનો ભંગ કરવા સબબનો ગુન્હો નોંધાયો છે….
