વિસીપરાના ચાર સામે ફરિયાદ
વાંકાનેર: વિસીપરામાં આવેલ માતાજીના મંદિરની દિવાલે ટેકો આપી બેઠો હોય, તે બાબતે ઠપકો આપતા લાકડાના ધોકાથી માર મારવાની બાબતે ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિશીપરા સમશાનવારી શેરીમાં રહેતા અને છુટક મજુરી કરતા મનીષભાઈ જગદિશભાઈ ભાટી (ઉ.વ.૨૪) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૫/૦૫/૨૦૨૫ ના નવાપરામાં ગાડી ભરવાની મજુરી કરવા ગયેલ અને રાત્રે કામ પુરૂ કરીને મારા ઘરે હાલીને જતો હતો, રસ્તામાં વિશીપરમાં સમસાન વારી શેરીમાં આવેલ અમારી કુળદેવી સોંગયામાંના મંદીર પાસે પહોચેલ ત્યારે 
વિશીપરામાં રહેતા કાળુભાઈ પશાભાઇ સેટાણીયા મંદીરની દિવાલે ટેકો દઈને બેઠેલ હતો, જેથી મે કાળુભાઇને કહેલ કે ‘મંદિરને ટેકો દઈને બેસમાં’ તેમ કહેતા કાળુભાઈ મને ગાળો બોલવા લાગેલ, મે ગાળો બોલવાની ના પાડેલ અને હું કાળુભાઈનો હાથ પકડીને અમારી શેરીમાં આવતા આ કાળુભાઇનો ભાઈ ભુરો આવેલ અને મને માથામાં એક લાકડાનો ધોકો મારેલ, અને ત્યારે વિજયભાઈ ધોધાભાઇ સેટાણીયા આવેલ અને
તેને મને મારા ગાલ ઉપર બે જાપટ મારેલ હતી અને વિજયભાઇનો દિકરો વિક્રમ પણ આવેલ અને ધોકો મારા ડાબા હાથના બાવડામાં મારેલ હતો, અમારી આજુબાજુ રહેતા માણસો આવી જતા મને વધુ મારથી બચાવેલ હતો અને મને ૧૦૮ માં મારા પીતાજી જગદિશભાઈ તથા મારા કાકા ભરતભાઇ વાંકાનેર સરકારી હોસ્પીટલે સારવારમાં લઈ ગયેલ હતા અને રાજકોટ રીફર કરતા સારવારમાં દાખલ થયેલ. પોલીસ ખાતાએ ચાર સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…