બીજા બનાવમાં શક્તિપરાના યુવાનને માર પડયો
વાંકાનેર: તાલુકાનાં ખીજડીયા ગામે રહેતા અબ્દુલકુદૂસભાઈ આહમદભાઈ શેરસીયા (ઉ. વ. 35) નામનો યુવાન રાતના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેરના રાતીદેવરી તરફ જતા રસ્તા ઉપરથી તેની ઇકો ગાડી લઈને જતો હતો,
ત્યારે તેના વાહન આડે ઢોર આવતા તેને પોતાના વાહને બ્રેક કરી હતી ત્યારે પાછળ આવતા વિજય રામાભાઇ ગમારા (રહે. દાતાર ટેકરી પાસે) નામનો શખ્સ
તેની ઇકો ગાડી અબ્દુલકુદૂસભાઈની ગાડીની પાછળ અથડાઇ હતી જેથી પોતાના વાહનમાંથી નીચે ઉતારીને તે શખ્સે તેના વાહનમાં નુકશાની થયેલ છે, તેવું કહીને માથાકૂટ કરી હતી.
હાથમાં પહેરેલ કડા વડે માર મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવેલ છે.
માર માર્યો | વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા કરમશીભાઈ લવજીભાઈ વાઘેલા (35) નામના યુવાનને ગત તા. 23/9 ના રોજ સંજયે માર માર્યો હતો,
જેથી પ્રથમ વાંકાનેર અને પછી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે.