કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મીતાણા પાસે ખોડલધામ આશ્રમના મહંત પર હુમલો

કારખાનામાં પાર્સલ બહાર મુકી દેતા માર

કુરીયર પાર્સલની ડીલવરી બોયની ફરિયાદ

ટંકારા: મોરબી હાઈવે રોડ ઉપર મહીન્દ્રા કંપનીના શો રૂમ પાછળ શ્રેયા ઘડીયાળના કારખાનામાં આધેડ તથા સાથી કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે કહેલ કે પરમ દિવસે કેમ ઓફિસની બહાર મુકીને જતા રહેલ જેથી આધેડે કહેલ કે પાર્સલ તમોને મળી ગયેલ છે ને? તેમ કહેતા આરોપીએ આધેડ તથા સાથીને ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળેલ માહિતી મુજબ મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નં -૪૦૫ માં રહેતા શ્રીકાંતભાઈ વાસુદેવભાઇ વૈષ્ણવ (ઉ.વ.૪૬) એ આરોપી રાકેશભાઈ પટેલ શ્રેયા ઘડીયાળના કારખાના માલિક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે

ફરીયાદી તથા સાથી આરોપીના કારખાને કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે આરોપીએ ફરીયાદી તથા સાથી કહેલ કે ‘પરમ દીવસે તમો પાર્સલ કેમ ઓફીશની બહાર કેમ મુકીને જતા રહેલ હતા?’ જેથી ફરીયાદીએ કહેલ કે ‘તમોને પાર્સલ તો મળી ગયેલ છે ને?’ તેમ કહેતા આરોપીએ ફરીયાદી તથા સાથીને ગાળો આપી ગાલ ઉપર જાપટો મારી ફરીયાદીને કાનના અંદરના ભાગે ઇજા કરી તેમજ સાથીને મુંઢ ઇજા કરી આરોપીએ કહેલ કે ‘હવે પછી ભુલ કરશો તો જીવતા નહી જવા દઉ’ આમ તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!