ખેરવા ગામના આરીફભાઇની વાડીના મજૂરનું મોત
સરતાનપર રોડ ઉપર અકસ્માતમાં ઈજાગ્રસ્ત માસુમ બાળકી સારવારમાં
વાંકાનેર: જાણવા મળતી વિગત મુજબ મુળ દાહોદના અંબાકાર ગામના વતની અને હાલ ખેરવા ગામે આરીફભાઇની વાડીમાં મજૂરી કામ કરતા સબુરભાઇ પરમાર (ઉ.વ.65) નામના વૃદ્ધ ગઇ કાલે સાંજે તેનો પુત્ર રમેશ કુવાડવા ગામે વાડીમાં રહેતો હોય, તેઓ પત્ની કમલીબેન સાથે પુત્રને મળવા તેની વાડીએ જતા હતા. દરમિયાન કુવાડવા ગામ નજીક ગાયત્રી આશ્રમ પાસે રીક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે સબુરભાઇને ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો.
આ અકસ્માતમાં સબુરભાઇને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા પત્નીની નજર સામે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. એ.પી.નિમાવત સહિતના સ્ટાફે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે કુવાડવા પોલીસે મૃતકના પત્ની કમલીબેનની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાખી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરતાનપર રોડ ઉપર અકસ્માતમાં ઈજાગ્રસ્ત માસુમ બાળકી સારવારમાં
વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપર આવેલ પીપલ ટાઇલ્સના લેબર કવાટરમાં રહેતા પરિવારની રીંકુબેન સંજયભાઈ ખેડકર નામની ૧૧ માસની માસુમ બાળકીને વહેલી સવારે યુનિટમાં કૂતરું કરડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.અહીંથી પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે પ્રાથમિક તપાસ કરીને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો