કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દલડી-સ્ટેશન માસ્ટરને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

મોરબીના ટ્રેન મેનેજર આસિફ એચ અને દલડીના સ્ટેશન માસ્ટર દીપક ટિકમેનું ડીઆરએમના હસ્તે સન્માન

મોરબી : રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝન હેઠળના મોરબી જિલ્લાના 2 સહિત કુલ 4 કર્મચારીઓને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સન્માનિત કર્યા હતા. આ કર્મચારીઓને નવેમ્બર-2022, એપ્રિલ-2023 અને મે-2023 મહિનામાં રેલવે સેફ્ટીમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં દીપક ટિકમે (સ્ટેશન માસ્ટર-દલડી -વાંકાનેર), અભિનંદન કુમાર (ગેટ મેન-એલસી177), આસિફ એચ (ટ્રેન મેનેજર-મોરબી) અને કરણ કુમાર સિંઘ (સ્ટેશન માસ્ટર-જાલિયા દેવાણી)નો સમાવેશ થાય છે. આ રેલવે કર્મચારીઓએ તકેદારી અને સાવચેતી સાથે કામ કરીને, સંભવિત રેલ અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં રેલના ફ્રેક્ચર નોટિસ કરવું, લટકતા ભાગો નોટિસ કરવા, સ્મોકિંગ નોટિસ કરવું, સ્પાર્કિંગ નોટિસ કરવું, વગેરે જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતા.

આ પ્રસંગે સીનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર એન.આર. મીના, સીનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર આર.સી. મીણા અને સીનીયર ડિવિઝનલ ઈજનેર (સંકલન) ઈન્દ્રજીત સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!