વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકોને પ્રવેશ અપાશે
વાંકાનેર: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે 




વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકો અને ટંકારા તાલુકામાં ૫૧૮ કુમાર અને ૩૯૫ કન્યા મળી કુલ ૯૧૩ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૫૫૭૬ કુમાર તેમજ ૫૩૭૫ કન્યા મળી કુલ ૧૦૯૫૧ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે. ધોરણ ૯ માં વાંકાનેર તાલુકામાં ૫૩૩ કુમાર અને ૬૨૨ કન્યા મળી ૧૧૫૫ બાળકો અને ટંકારા તાલુકામાં ૨૯૯ કુમાર અને ૩૬૮ કન્યા મળી કુલ ૬૬૭ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૨૫૧૭ કુમાર તેમજ ૨૪૨૯ કન્યા મળી કુલ ૪૯૪૬ બાળકો ધોરણ ૯ માં પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસની સફરમાં આગળ વધશે…

