કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

આગામી દિવસોમાં ઠંડી વધશે

અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6થી 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. સાથે જ 8 થી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું આવવાની શક્યતા છે. 27 અને 28 ડિસેમ્બર રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે.

તેમણે કહ્યું કે, 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગરના ભાગોમાં કાતિલ ઠંડી આવી શકે છે. કોઈક કોઈક ભાગમાં તાપમાન 12 થી 13 ડિગ્રી થઈ શકે છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન ઘટી શકે છે. વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!