કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ચેતજો: કથિત લોન અપાવનારાની છેતરપિંડીથી

મોરબી ખાતે કાર્યરત શિવાંસ માઈનકેમ નામની કંપનીએ લોન પ્રાપ્ત કરવા જન લોન કેન્દ્રના બે ભાગીદારોને એડવાન્સમાં રકમ ચૂકવી હતી. પરંતુ બંને ભાગીદારોએ પૈસા પડાવી લીધા છતાં લોન કરાવી ન આપી. જયારે નાણાં પરત આપવાની વાત આવી ત્યારે પણ બંને આરોપીઓ દ્વારા ચેક આપવામાં આવ્યો હતો. જે રિટર્ન થતા શિવાંસ માઈનકેમ દ્વારા બન્ને વિરુદ્ધ મોરબી કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં મોરબી કોર્ટે બંને આરોપીઓને એક વર્ષની કેદની સજા તથા ચેકની ૨કમ ડબલ ૨કમ રૂ.૧૦,૦૦,૦૦૦નો દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શિવાંસ માઈનકેમ કંપનીના ભરતભાઈ ભગવાનજીભાઈને કંપની માટે લોનની જરૂરીયાત હતી. આવા સમયે જન લોન કેન્દ્રના ભાગીદારો શ્રીપાલભાઈ નીતીનભાઈ ખજુરીયા તથા રાજેશભાઈ રૂપારેલીયાએ ભરતભાઈને લોન ક૨ાવી આપવાનું જણાવી તેમની પાસેથી એડવાન્સમાં ૨કમો મેળવી હતી. પરંતુ લોન નહી કરાવી આપતા ભરતભાઈએ પૈસા પરત માંગતા આરોપીઓ દ્વારા ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક વસુલ થયા વીના ૫૨ત ફ૨તા ભરતભાઈએ જન લોન કેન્દ્રના બન્ને ભાગીદારો વિરુદ્ધ મોરબીની કોર્ટમાં કોટમાં નેગોશીયેબલ ઈસ્યુ.એકટની કલમ-૧૩૮ વિ.મુજબ ફરીયાદ દાખલ કરી હતી. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ ડી.આર.આદ્રોજા, ડી.વી. પારેઘી, અમીત વી. ડાભી રોકાયેલા હતા.

આ કેસની સુનાવણી મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પક્ષોની દલીલો તથા ૨જુઆતોને ઘ્યાને લીધી હતી. જેમાં ફરિયાદી પક્ષે રોકાયેલ એડવોકેટ દ્વારા ધારદાર દલીલ અને પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઈને મોરબી કોર્ટે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મો૨બીના એડી.સીવીલ જજ એન્ડ જયુડી. મેજી (ફ.ક.) દ્રારા જન લોન કેન્દ્રના ભાગીદાર શ્રીપાલભાઈ નીતીનભાઈ ખજુરીયા તથા રાજેશભાઈ રૂપારેલીયા બંન્નેને એક વર્ષની કેદની સજા તથા ચેકની ૨કમ ડબલ ૨કમ રૂ.૧૦,૦૦,૦૦૦નો દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!