કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી

જૈન દેરાસરથી ભગવાન મહાવીર જન્મકલ્યાણકની શોભાયાત્રા શરૂ ધર્મ વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરી

વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. વાંકાનેરમાં નવપદની ઓળીની આરાધના કરાવી રહેલા આચાર્ય ભગવંત નીતિસૂરીશ્ર્વરજી મહારાજના સમુદાયના સાધ્વીજી ભગવંત ભાવિતરત્નાશ્રીજી મહારાજ ભગવાન મહાવીરના જન્મકલ્યાણક દિવસે જણાવ્યું કે સંસારમાં ધર્મ જ એકમાત્ર કવચ છે, જેથી નાશવંત આ દેહ દ્વારા સત્કાર્યો, ધાર્મિક અનુષ્ઠાનો, તિર્થયાત્રાઓ, સાધુ સાધ્વી વૈયાવચ્ચ કરતી જીવનક્રમ જ શ્રાવકો શ્રાવિકાઓની સાચી ઓળખ છે. 

ભગવાન મહાવીર માનવના આચરણમાં સત્ય, અહિંસાની વિચાર આપ્યો તો વૈચારિક ભૂમિમાં અનેકાન્તવાદનો આદર્શ આપવા સાથે જણાવ્યું કે ધર્મ જ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ સાથે સારાયે સમાજ અપરિગ્રહ વ્રતનું પાલન કરવું જોઇએ. રાગ-દ્વેષ, વિષય-કષાય, આર્તધ્યાન-રૌદ્ર ધ્યાનને જીતી, કર્મક્ષય કરી, સિદ્ધીલા પર મૌક્ષપ્રાપ્તિ માટે નિવાસ કરવા જિનસાસનની સેવા, જિનેશ્રૃવરભક્તિનું આલબન સ્વામિવાત્સલ્ય રૂપી સાધર્મિક ભકિતમય જીવનએ જૈન પરંપરામીની રીત છે. 

જૈન દેરાસરથી ભગવાન મહાવીર જન્મકલ્યાણકની શોભાયાત્રા શરૂ ધર્મ વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તે દરમ્યાન મહાવીર જન્મ નિમિત જૈન સમાજના યુવાનોએ સારાયે સમાજના નાગરિકોને મીઠાઈના પેકેટ વિતરણ કર્યા હતાં. 

Content Copying Forbidden !!

error: Content is protected !!