વાંકાનેર: તાલુકાના ભલગામમાં ફળીયામાં રહેલ ટીપણામાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે કરેલ છે..
જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાને બાતમી મળેલ કે ભલગામ ગામે રામાપીરના મંદીર પાસે રહેતો એક શખ્સ પોતાના રહેણાક મકાનમા ઇંગલીશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે ત્યાં પહોંચી યુવરાજભાઈ ભીખુભાઈ ધાધલ જાતે કાઠી દરબાર (ઉ.વ.૨૯) રહે. હાલ ભલગામ તા.વાંકાનેર મુળ રહે.ગામ ઢેઢુકી તા.સાયલા જી. સુરેંદ્રનગર વાળા મકાનમાં ઉગમણા બારનુ બે રૂમ રસોડા તથા
ફળીયા વાળુ મકાન જોવામા આવેલ તેમજ મકાનના ફળીયામા તપાસ કરતા એક બ્લુ કલરનુ પ્લાસ્ટીકનુ ટીપણું પડેલ હોય જે ટીપણાને ખોલીને અંદર ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની બોટલો જોવામાં આવતા નંગ-27 કિ રૂ. 16436 /- ની ગણી તપાસ અર્થે કબ્જે કરી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે….