
વાંકાનેરના તીથવા નજીક આવેલ ભંગેશ્વર મંદિર જવાના રસ્તે તેમજ જડેશ્વર રોડથી તીથવા જવાના રસ્તે બનાવેલા પ્રવેશદ્વારને ખુલો મુકવાના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિવિષેશ તરીકે ધારાસભ્ય જીતુ સોમાણી અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. બન્ને ધારાસભ્યોના હસ્તે રીબીન કાપી તેમ જ શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજવી કેસરીસિંહ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ભંગેશ્વર મંદિરના ટ્રસ્ટી હંસરાજ હિરપરાએ અને કાર્યકર્તાઓએ આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સાંસદ મોહન કુંડારીયા, ટંકારાના અને હળવદના ધારાસભ્ય આમંત્રણ છતાં ગેર હાજર રહ્યા હતા. પૌરાણિક આ જગા પાંડવો સમયની મનાય છે.