વાંકાનેર: સમગ્ર દેશ, ગુજરાતના વિવિધ શહેર, જિલ્લા, ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત યાત્રાના રથના માધ્યમથી સરકારી યોજનાઓનું માર્ગદર્શન તેમજ લાભાર્થીઓના પરિચય સાથે લાઇવ પ્રસારણ પણ કરી લોકોને જાગૃત કર્યા છે. ગત તારીખ 23/11/2023 થી 24/1/2024 સુધી એમ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વાંકાનેરના 101 ગ્રામ્ય વિસ્તારમાં ફર્યો હતો. વાંકાનેરના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર- ઢુવાથી શરૂઆત કરી હતી, જેનું રાજાવડલા ખાતે તારીખ 24/1/2024 ના રોજ સમાપન થયેલ છે.
આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી, રાજ્યસભાના સાંસદ, લોકસભાના સાંસદ અને તાલુકા પંચાયતના પ્રમુખ કૈલાશબા હરિસિંહ ઝાલાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજરી આપી હતી. ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાના તેમજ તાલુકા પંચાયતના સરકારી કર્મચારી પણ હાજરી આપી હતી. તેમાં વાંકાનેર તાલુકા પંચાયતના કર્મચારીઓમાં આર. એ. કોઢીયા, તાલુકા વિકાસ અધિકારી બી.બી.સોલંકી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એમ. વી. શેરસીયા, સી.કે. પટેલ, એ.ટી.ધોરીયા, એમ.એચ.ખોખર, ડી.એમ.રાઠોડ, ટી.સી. સોલંકી, સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન વાંકાનેર તાલુકાના 101 ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ, શિક્ષકશ્રીઓ, તલાટી મંત્રીશ્રીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને આવકાર સાથે સ્વાગત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.