કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભરવાડપરાની પરિણીતાના એસિડ પીવાનો ગુન્હો દાખલ

ભરવાડપરાની પરિણીતાના એસિડ પીવાનો ગુન્હો દાખલ

પિયર કોઠારીયા હતું

રિસામણે બેસેલ પરિણીતાને આગેવાનો દ્વારા સમાધાન કરી લઈ ગયેલ

વાંકાનેર: તાલુકાના જડેશ્વર કોઠારીયા ગામના ભરવાડ પરિણીતા વાંકાનેર સાસરે હતા, ત્યારે કરીયાવર બાબતે મેણા-ટોણા મારી શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મરણ જનારે પોતાની જાતે એસીડ પી લેતા સારવાર દરમ્યાન મરણ જતા આરોપીઓએ એકબીજાની મદદગારી કરવાની મૃતક મહિલાના ભાઈએ ફરિયાદ કરી છે….

જાણવા મળ્યા મુજબ જડેશ્વર કોઠારીયાના રહીશ અને છુટક ઈલેક્ટ્રીક કામ કરતા મુનાભાઈ રાણાભાઈ સાટકા, જાતે. ભરવાડ (ઉ.વ.૩૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારા પિતા અમારા ગામમા પાન-મસાલાની દુકાન ચલાવે છે અમો છ ભાઈ-બહેન છીએ જેમાં સૌથી મોટા રમજુબેન જીતેશભાઈ રાઠોડ- રાજકોટ સાસરે, સોનલબેન ખોડાભાઈ ટોળીયા- જોધપર ગામે સાસરે- રેખાબેન મસરૂભાઈ મુંધવા- વાંકાને૨ સાસરે છે તેનાથી નાનો હું છું અને મારાથી નાના બહેન રૂપલબેન અવધભાઈ સરૈયા જેના લગ્ન આજથી અઢી વર્ષ પહેલા થયેલ છે અને તેમને સંતાનમાં એક દિકરો છે અને સૌથી નાના કોમલબેન હીતેનભાઈ બાંભવા જે વાંકાનેર ખાતે સાસરે છે, ગઈ તા.૧૨/૦૫/૨૦૨૩ ના

મારા નાના બહેન રૂપલબેનના લગ્ન વાંકાનેર ભરવાડપરામાં રહેતા અવધભાઈ ભુપતભાઈ સરૈયા સાથે થયેલ હતા, થોડા સમય પછી મારા બહેન રૂપલબેન ઘરે આંટો મારવા આવેલ ત્યારે મને વાત કરેલ કે ‘તેના સાસુ હર્ષાબેન ભુપતભાઈ સરૈયા તથા સસરા ભુપતભાઈ ગાંડુભાઈ સરૈયા તથા તેના પતિ અવધભાઈ ભુપતભાઈ સરૈયા મને મેણા ટોણા મારે છે કે તારા બાપે તને સમુહમાં પરણાવી છે કરીયાવર કરેલ નથી- રોકડ રકમ તથા ઘરેણા લઈ આવવા દબાણ કરી મારા પતિ મને મારકુટ કરે છે’ અમારો પરીવાર મધ્યમવર્ગનો હોય અમારાથી જે કરીયાવરમાં આપ્યુ છે તેના સિવાય વધુ કાંઈ થઈ શકે તેમ ના હોય જેથી સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરી બહેનને લઈ ગયેલ હતા બાદ ત્રણ ચાર મહીના પછી મારી બહેન રૂપલબેન પોતે એકલી અમારા ઘરે આવી ગયેલ હતી ત્યારે મેં તેને પુછતા તેને જણાવેલ કે

‘મારો દિકરો રીયાંશ (ઉં.વ.-૬ માસ) જે અવાર-નવાર બિમાર રહેતો હોય જેથી મારા સાસુ તથા સસરા અને મારા પતિ મને કહે છે કે ‘તને રતવા થઈ ગયો છે એટલા માટે આ છોકરો બીમાર રહે છે તેવા ખોટા આક્ષેપો કરી મને મારી નાખવાની ધમકીઓ આપે છે’ આથી બહેનને તેના સાસરે જવા દીધેલ નહી અને આશરે ચારેક મહીના બાદ ફરીવાર તેના સસરા તથા સમાજના અન્ય આગેવાનો આવેલ અને ફરીવાર આવુ નહી થાય તેની બાહેધરી આપી સમાધાન કરી મારી બહેન રૂપલબેનને લઈ ગયેલ હતા, છતાં પણ કરીયાવર તેમજ અન્ય કોઈ ઘરકામ બાબતે મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપી હેરાન કરતા હોય જેની વાત તેને મને કરેલ હતી પરંતુ સમાજના આગેવાનોના સમજાવવાથી

અમે આ બાબતે જે-તે સમયે કોઈ ફરીયાદ અરજી કરેલ ના હતી, ત્યારબાદ તા,૨૩/૦૨/૨૦૨૬ ના રોજ હું રાજકોટ ખાતે મારા કામથી ગયેલ હતો ત્યારે રાત્રીના મને મારા પિતાજીનો ફોન આવેલ અને જણાવેલ કે ‘મને રૂપલના સસરાનો ફોન આવેલ છે અને જણાવેલ છે કે રૂપલને બીપી લો થઈ ગયેલ છે અને તેને સારવારમાં રાજકોટ ખાતે લાવેલ છે, જેથી તું ત્યાં જા’ આથી મારા મોટા બનેવી જીતેશભાઈ ઉકાભાઈ રાઠોડ સાથે સીવીલ હોસ્પીટલે ગયેલ ત્યારે મારી બહેન રૂપલના સાસુ હર્ષાબેન દ્રારા જણાવવામાં આવેલ કે રૂપલને બપોરના ત્રણેક વાગ્યા આસપાસ જાડા-ઉલ્ટી થઈ ગયેલ હતા સારવારમાં લાવતા ડોક્ટર સાહેબે મરણ ગયેલ જાહેર કરેલ છે જેથી અમે પી.એમ. કરનાર ડોક્ટરશ્રીને પુછપરછ કરતા જાણ થયેલ કે મારા બહેને એસીડ પી લેતા આ બનાવ બનેલ છે પોલીસ ખાતાએ (1) અવધભાઈ ભુપતભાઈ સરૈયા (2) ભુપતભાઈ ગાંડુભાઈ સરૈયા અને (3) હર્ષાબેન ભુપતભાઈ સરૈયા સામે ગુન્હો બી.એન,એસ કલમ-૧૦૮, ૫૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!