વાંકાનેરના માટેલ ગામે રહેતા ભાવનાબેન સંજયભાઈ ઉકેડીયા (26) ને મારામારીમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
હોસ્પિટલે સારવાર આપ્યા બાદ પ્રથમ આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક કાગળો તૈયાર કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ઘરે મારામારીનો બનાવ્યો હતો, જેમાં મહિલાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.