કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભેરડાના શ્રદ્ધાળુઓનો અકસ્માત: બે મહિલાના મોત

અઢાર જણાને નાની-મોટી ઇજા

એક શખ્સ જામનગર ઓક્સિજન ઉપર

ઇજાગ્રસ્તો વાંકાનેર હરિઓમ હોસ્પિટલમાં

ટ્રેકટર લઈને દ્વારકાધિશના દર્શન કરવા જતા હતા
ફલ્લા નજીક અકસ્માતની ગોઝારી ઘટના ઘટી

વાંકાનેર: તાલુકાના ભીમગુડાના શ્રધ્ધાળુનો સંઘ દ્વારકાધિશના દર્શન કરવા માટે જઇ રહ્યો હતો.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આ દરમિયાન દર્શન કરવા જતી વેળાએ શ્રદ્ધાળુઓને અકસ્માત નડયો હતો. ફલ્લા પાસે ફોર વ્હીલર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો. અને

નાના એવા ગામ ભીમગુડામાં કલ્પાંતના દ્રશ્યો સર્જાયા છે. આ અકસ્માતમાં બે મહિલાના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ફલ્લા પાસે ફોર વ્હીલર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટેકટર પલ્ટી ખાઈ જતા અફરાતફરી મચી હતી. આ દરમિયાન ટ્રેક્ટરમાં બેસેલા 18 જેટલા લોકોને નાનીમોટી ઈજા પહોંચી હતી.

આ ગોઝારી ઘટનામાં એક મહિલાનું અને પછી સારવારમાં બીજા મહિલાનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે

એક વૃદ્ધને ગંભીર હાલત થતા તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો બીજી તરફ વાહનચાલકો એ પણ દોડી ગયા હતા જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા તો

ઇજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કમલ સુવાસ ન્યુઝે ભીમગુડાના સરપંચ સતાભાઈનો સંપર્ક સાધતા તેમણે મરણ જનારના નામ

શાંતિબેન સામજીભાઈ વિંઝવાડિયા અને કિરણબેન જયરાજભાઈ વિંઝવાડિયા હોવાનું જણાવ્યું છે. ઓક્સિજન ઉપર મરણ જનાર શાંતિબેનના પતિ સામજીભાઈ વિંઝવાડિયા હોવાનું સતાભાઈએ જણાવેલ છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!