ખાનપરના લક્ષ્મણભાઈ ગગજીભાઈની પણ અટક
વાંકાનેર તાલુકાના ગારિયા ગામના પાટિયા પાસે ભેરડા ગામના વિરમભાઇ વાઘજીભાઈ રંગપરાને કેફી પ્રવાહી પી ને કાર ચલાવવી મોંઘી પડી છે.
બનાવની વિગત પ્રમાણે વિરમભાઇ ગેરકાયદેસર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં કાર ચલાવવાના ડ્રાઈવીંગ લાઇસન્સ વગર પોતાના હવાલાવાળી મારૂતી સુઝુકી ઈકો કાર રજી.નં.GJ-36-AC-6535 કી.રૂ.૨,૦૦,૦૦૦/- વાળી જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો નોંધી એમ.વી.એકટ કલમ ૧૮૫,૩,૧૮૧ તથા પ્રોહિ. કલમ ૬૬(૧)બી મુજબ પોલીસ ખાતાએ કાર કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
સાથોસાથ સાથે બેઠેલા ખાનપરના લક્ષ્મણભાઈ ગગજીભાઈ સરવૈયા પણ પીધેલ હોઈ તેમની પણ અટક કરેલ છે.