કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ભોજપરા, વઘાસિયા, રાજાવડલા ગામે લોકડાયરો યોજાયો

સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકોને માહિતી અપાઈ

વાંકાનેર : મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી નિયમાનુસાર કરવામાં આવતી હોય છે. જેના ઉપક્રમે વાંકાનેર તાલુકાના ભોજપરા અને રજાવડલા ગામમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, સેવા સેતુ અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા…

કાર્યક્રમમાં લોકગીતોનો ગ્રામ સરપંચ, 50 થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે લોક કલાકાર વિનોદ ડાયા બારોટને ભોજપરા ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું…તાજેતરમાં વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, પરંપરાગત રાસ ગરબા, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, પોલિયો નાબૂદી માટે રસીકરણ અભિયાન, આધાર કાર્ડ, આયુષમાન કાર્ડ, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા…આ ઉપરાંત વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પણ સંતવાણી અને પરંપરાગત રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતો, ભજન, નાટકનો ગ્રામ સરપંચ, આજુબાજુના ગામમાંથી પધારેલા લોક પ્રતિનિધીઓ, 200 થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો…રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથીકાર્યક્રમના અંતે લોક કલાકાર કિશનભાઈ બારોટને વઘાસિયા ગ્રામ પંચાયત અને રાજાવડલા ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!