ઢુવાના યુવાનને અકસ્માત નડયો
વાંકાનેર: તાલુકાના ભોજપરા ગામે રહેતા એક મહિલાને કાર ટ્રેક્ટર સાથે અથડાતા ઇજા થઈ છે.
જાણવા મળ્યા મુજબ ભોજપરાના મુબીનાબેન ઈસ્માઈલભાઈ કડીવાર (૨૧) નામની મહિલા કારમાં બેસીને રફાળેશ્વર ગામ પાસેથી પસાર થઈ હતી ત્યારે તેઓની કાર ટ્રેક્ટર સાથે અથડાતા કારમાં બેઠેલ મુબીનાબેનને ઇજા થઈ હતી જેથી
તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે
ઢુવાના યુવાનને અકસ્માત નડયો
વાંકાનેર તાલુકાના ઢુવા પાસે રહેતા સુનિલ ખીમજીભાઈ ગોહિલ (૩૫) નામનો યુવાન લીવોન સીરામીક પાછળથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થઇ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં જાણ કરવા માટે તજવીજ કરેલ છે
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું