હેતુફેર, વેચાણ, તબદિલ, પડતર રાખી શકાય નહીં કે મૂળ માલિકને પરત મળી શકે નહીં
આપણો દેશ આઝાદ થયા પછી વિનોબા ભાવેજીએ એક જમાનામાં જેમની પાસે વધારે જમીન હોય તેવાં શ્રીમંત ખેડૂતો પાસેથી થોડી જમીન લઈને તેમના જ ગામના જમીન વિહોણા ગરીબ ખેડૂતોને દાનમાં આપે તેવી ભાવના સાથે પદયાત્રા યોજી હતી અને આ પ્રકારે મળેલી જમીન ભૂદાનની જમીન તરીકે જાણીતી થઈ છે. ભૂદાનને મળેલી વિશેષ લાયકાતો મુજબ આ જમીન હેતુફેર થાય નહીં, વહેંચી શકાય નહીં કે તબદિલ થઈ શકે નહીં તેમજ પડતર રાખી શકાય નહીં કે મૂળ માલિકને પરત મળી શકે નહીં તેવા વિશેષ અધિકારો સાથેની આ જમીન છે અને જો વેચાણ થઈ ગયું હોય તો જમીન ખાલસા કરીને શ્રીસરકાર કરવાનો હુકમ કરવામાં આવે છે.
નામદાર હાઇકોર્ટમાં ભૂદાનની જમીન બાબતે એક કેસ દાખલ થયો હતો જેનો ચુકાદો તારીખ ૬-૯-૨૦૧૯ નાં રોજ આવ્યો છે તેમાં જણાવ્યા મુજબ ભૂદાનની જમીન હેતુફેર થઈ ગઈ હોય તો તેને મૂળ હેતુમાં લાવીને તેને શ્રીસરકાર કરીને સાર્વજનિક કામો કરવા. ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તારીખ ૬-૧-૨૦૦૪ 6 1નો પરિપત્રમાં ભૂદાનમાં પ્રાપ્ત જમીનના રેકોર્ડમાં નોંધ કરવાની સૂચના સાથે તેમની તમામ શરતો જણાવવામાં આવી છે અને આ પરિપત્ર દરેક જિલ્લા કલેકટરની કચેરીમાં મોકલાયેલા છે.