વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા
વાંકાનેર: હાઈવે પર સગીર બાળકો દ્વારા કરવામાં આવતા જોખમી સાયકલ સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વિડિયોમાં સગીરો સૂતા-સૂતા સાયકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં બાઈક પર આવા જોખમી સ્ટંટના કિસ્સાઓ સામે આવ્યા હતા. તે સમયે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. આમ છતાં આવા સ્ટંટ કરનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી.
સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લાલચમાં યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. વાંકાનેરના રસ્તાઓ અને નેશનલ હાઈવે પર સગીર બાળકો સાયકલ પર વિવિધ પ્રકારના સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે….
આ પરિસ્થિતિમાં જો કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે મહત્વનો પ્રશ્ન છે. વાલીઓએ પોતાના બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી બની ગઈ છે. સાથે જ તેમને આવા જોખમી સ્ટંટથી દૂર રાખવા માટે જાગૃત થવાની આવશ્યકતા છે.
સગીરોને ખબર નથી કે જો જરાકે ય ફેક્ચર થાય તો કેટલું કેટલા દિવસ ભોગવવું પડે ! મોટી ઉંમરે દર શિયાળે અનુભવાય કે સ્ટંટ ન કર્યાં હોત તો સારું હતું, માં-બાપે બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે….