કાલ, પરમ દિવસે અને એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાની તથા મે માસમાં તો આંધીની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવે જે આગાહી કરવામાં આવે તેને ખેડૂતો સહિત સામાન્ય પ્રજા ગંભીરતાથી ધ્યાનમાં રાખી રહી છે.

તેમના દ્વારા લાંબા સમય માટે કરવામાં આવેલી આગાહી પણ સચોટ સાબિત થતી હોય છે. આવામાં તેમણે એક અઠવાડિયા અગાઉ જ માવઠાનું જોર 19 તારીખ સુધી રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ પછી તેમણે એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરી છે. એટલે કે તેમની આગાહી પ્રમાણે માર્ચ પછી પણ માવઠું પીછો છોડશે નહીં. હવામાન વિભાગે પણ એક દિવસના વિરામ બાદ ફરી માવઠા અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગાહીમાં તારીખ 21 અને 22થી ફરી એકવાર માવઠાનો માર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલની શરુઆતમાં માવઠાની શક્યતાઓ છે, પરંતુ 8મી મે પછી તો આંધી અને વંટોળનું પ્રમાણ વધશે. આંધી સાથે વરસાદ પણ થશે. વરસાદ અને હવામાનમાં આવતા પલટાની સૌથી મોટી અસર ખેતી પર થતી હોય છે. આ વર્ષ વિષમ હવામાનવાળું વરસ છે.
