માથક અને રાતાભેરના યુવાનનો પણ અકસ્માત
ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામે રહેતા યુવાનના બાઈક સામે કૂતરું આડું ઉતરતા અકસ્માત થયો હતો…..
જાણવા મળ્યા મુજબ હરબટીયાળી ગામે રહેતા અલ્તાફભાઈ અલ્લારખાભાઇ રાઉમા નામના ૪૩ વર્ષના યુવાનને બાઇક લઈને જતા સમયે ગામ નજીક બાઇક આડે અચાનક કૂતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઈજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો. માથક ગામ પાસે અરજણભાઈનું બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બનેલ જેમાં તેમને ઈજા પહોંચી હોય અને હળવદના રાતાભેર ગામના અરજણભાઈ ઘોઘાભાઈ નંદેસરિયા નામના ૨૪ વર્ષના યુવાનને પણ ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી સારવાર માટે જવામાં આવ્યો હતો.