વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામે રહેતા અબ્દુલભાઈ મોહમ્મદભાઈ માથકિયા નામના (૫૦ વર્ષ)ના આધેડ વાંકાનેર ખાતે આવેલ
નિર્મળા સ્કૂલ નજીકથી બાઈક લઈને જતા હતા, ત્યારે જાણવા મળ્યા મુજબ રસ્તામાં ભૂંડ અચાનક આડુ ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી
તેમને ઈજા થતા તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બનાવની હોસ્પિટલમાંથી જાણ કરાતા પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે….
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના સીમાડે આવેલ સરોડી ખાતે રહેતા મહેન્દ્રભાઈ કરશનભાઈ કુમખાણીયા મોરબીના નવાગામ નજીક આવેલ વિશ્વાસ કંપની પાસે જતા હતા, ત્યારે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને પણ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે ખસેડાયા છે…