વર્લીફીચરના આંકડા લખતા પકડાયો
વાંકાનેર: અહીંના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે 50 થી 100 રૂપિયા આપવા બાબતે ધોકા વડે માર મારીને તેના બાઇકને સળગાવી દેવામાં આવ્યું હતું જેથી વાંકાનેર સીટી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ મોમીન શેરીમાં રહેતા શબ્બીરભાઈ ઇબ્રાહીમભાઇ ભદ્રાસીયા (ઉ.29) એ કોનેનમહમદ ઉર્ફે ટીકળી યાસીનભાઇ બ્લોચ રહે. લક્ષ્મીપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે .

જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી સાથે 50 થી 100 રૂપિયા આપવા બાબતે બોલાચાલી ઝઘડો અને ઝપાઝપી થઈ હતી ત્યારે આરોપીએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને શેરીમાં પડેલ લાકડાનો ધોકો લાવીને ફરિયાદી યુવાનને ડાબા હાથના પંજામાં અને શરીરે માર માર્યો હતો આ ઉપરાંત ફરિયાદીના બાઈક ઉપર આરોપીએ પથ્થર અને તલવાર જેવા હથિયારના ઘા મારીને બાઇકને સળગાવી દીધું હતું જેથી ભોગ બાનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

વર્લીફીચરના આંકડા લખતા પકડાયો
હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા (ઉ.35) રહે. હાલ ઢુવા ગામની સીમ તા.વાંકાનેર મુળ રહે. સુરજદેવળ તા. ચોટીલા વાળાને જાહેરમાં ભવાની કાંટા પાસેથી રોડ પર વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨ અ મુજબ નોંધેલ છે…
