લતીપરના વૃદ્ધાને બાઈક સ્લીપ થતા ઇજા
ટંકારા : રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ટંકારા – અમરાપર રોડ ઉપર કાકાની દીકરીની સગાઈના પ્રસંગમાં જતા યુવાનનું બાઈક ખૂંટિયા સાથે અથડાતા બાઈક ચાલક હજનાળી ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના હજનાળી ગામે રહેતા અને વાડી ગારવાનું કામ કરતા દેવશીભાઈ ઓધવજીભાઈ ધંધુકિયા ઉ.35 રહે.હજનાળી ગામ વાળા આજે તેમની કાકાની દીકરીની સગાઈનો પ્રસંગ હોય બાઈક લઈને જતા હતા ત્યારે ટંકારા – અમરાપર રોડ ઉપર બાઈક આડે ખુટિયો ઉતરતા આ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં બનાવ અંગે ટંકારા પોલીસે તપાસ શરૂ કરી છે.
લતીપરના વૃદ્ધાને બાઈક સ્લીપ થતા ઇજા

ટંકારા તાલુકાના લતીપર ગામે પંડ્યા શેરીમાં રહેતા બાપુસાબા શત્રુંજીતસિંહ જાડેજા (86) નામના વૃદ્ધા ગામમાં આવેલ ઠાકર શેરીમાંથી બાઇકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધાને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
